#CCE_2026: ભાવિ નક્કી કરવાની અંતિમ ઘડી – જાગો ઉમેદવાર, જાગો!
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી CCE_2026 પરીક્ષા હવે તેના નિર્ણાયક તબક્કે છે. આગામી મહિને પરીક્ષા માટે આયોજનની તૈયારી થઈ રહી છે, પરંતુ "ઓનલાઈન કે ઓફલાઈન?" એ પ્રશ્ન હજી પણ "અધ્ધરતાલ" છે.
આ લડાઈ માત્ર પરીક્ષાની પદ્ધતિની નથી, પણ લાખો વિદ્યાર્થીઓના પારદર્શક ભવિષ્યની છે.
📌 મંજૂરીની રાહ અને GAD ની ભૂમિકા👇🏻
હાલની સ્થિતિએ પરીક્ષા કઈ પદ્ધતિથી લેવી તેની અંતિમ સ્પષ્ટતા સામાન્ય વહીવટ વિભાગ (GAD) તરફથી આવી નથી. ગૌણસેવા મંડળ આવતા મહિને પરીક્ષા લેવા સજ્જ છે, પરંતુ આખરી મંજૂરી સરકારના દરબારમાં અટકેલી છે. આ સમય છે આપણી રજૂઆતને મજબૂત કરવાનો!
📢 ફી ભરવામાં વંચિત રહેલા મિત્રો માટે રાહતના સમાચારની શક્યતા
જે ઉમેદવારો ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ફી નથી ભરી શક્યા, તેમના માટે સરકાર સકારાત્મક વલણ અપનાવી રહી છે. વંચિત ઉમેદવારોની રજૂઆતોને પગલે ફરી એકવાર "ફી ભરવાની તક મળવાની પૂરેપૂરી શક્યતા" છે. સરકાર દ્વારા આ અંગે મંજૂરી મળી ગઈ હોવાના સંકેતો છે, જે હજારો યુવાનો માટે આશાનું કિરણ છે.
⚠️ CBRT (ઓનલાઈન) પરીક્ષાનો ખતરો અને 'એક' અધિકારીનો હઠાગ્રહ
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આખી સિસ્ટમ, મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ ઉમેદવારોના હિતમાં વિચારી રહ્યા છે, પરંતુ "એક હઠાગ્રહી અધિકારી" આખી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેઓ CBRT (Computer Based Recruitment Test) ના ફાયદા ગણાવી સર્વ સત્તાધીશને કન્વેન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
📌કેન્દ્રીય પરીક્ષા એજન્સીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉમેદવારોનો સૌથી પેચીદો મુદ્દો જે "નોર્મોલાજેશન" નો છે તેમાં અલગ અલગ "કેન્દ્રની પરીક્ષા લેતી એજન્સીની" "#મેથડ અને #ફોર્મ્યુલા" માં શું શું પ્રત્યાઘાતો આવી શકે તેનું મંથન GAD ના અમુક અધિકારીઓની ટીમ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટોટલ 6 મેથડ અને ફોર્મ્યુલા છે તેનાથી ભૂતકાળના CCE અને ફોરેસ્ટ ભરતીના પરિણામો ઉપર પણ ફોર્મ્યુલા એપલાય કરીને પ્રયોગ પણ કર્યો છે. કઈ રીતે નોર્મોલાઈજેશન નો ગેપ/વેરિએશન ઘટાડી શકાય તેની ઉપર "ટેસ્ટિંગ" કરવામાં આવી રહ્યા છે.
""એકમાત્ર હઠાગ્રહી અધિકારી"" અલગ અલગ રિવ્યૂ લેવડાવીને એ સાબિત કરવા કાવાદાવા કરી રહ્યા છે કે ઓનલાઈન CBRT પદ્ધતિ શ્રેષ્ઠ છે.
આ બધું જોતા મને મનમાં એક પ્રશ્ન થયો..
🤔જો અગાઉની પદ્ધતિ સચોટ હતી, તો નવી 6 ફોર્મ્યુલાઓના પ્રયોગ કેમ કરવા પડે છે ? અને જો અગાઉની પદ્ધતિ ભૂલભરેલી હતી, તો જે ઉમેદવારો અન્યાયનો ભોગ બન્યા તેમની જવાબદારી કોણ લેશે?❓
🤔શું ગુજરાતના યુવાનો કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ માટેના 'લેબ રેટ્સ' (Lab Rats) છે કે જેમના પર વારંવાર ફોર્મ્યુલા બદલીને પ્રયોગો કરવામાં આવે ?❓
જ્યારે સમગ્ર રાજ્યનું યુવાધન એક ન્યાયી અને સમાન તકની અપેક્ષા રાખી રહ્યું છે, ત્યારે એક જિદ્દી અને હઠાગ્રહી અધિકારીના વહીવટીતંત્રના બંધ બારણે રચાતું આ ચક્રવ્યૂહ ચિંતાજનક છે. "એક હઠાગ્રહી અધિકારી" સમગ્ર લોકશાહી અને પારદર્શિતાના ઢાંચાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ માત્ર પરીક્ષા પદ્ધતિનો પ્રશ્ન નથી, પણ લાખો પરિવારોના સપનાઓ સાથે થતી 'મેથેમેટિકલ રમત' છે.
📌*નોર્મલાઈઝેશનનો કોયડો:* ભૂતકાળની ખામીઓ છુપાવવા નવી પદ્ધતિઓ અને ગણિતના સૂત્રોનો સહારો લેવામાં આવી રહ્યો છે. પણ પ્રશ્ન એ છે કે, શું આ જટિલ પદ્ધતિ સામાન્ય ઉમેદવાર સાથે ન્યાય કરી શકશે ? ❓
🚫CBRT (Computer Based Recruitment Test) ના કૃત્રિમ ફાયદાઓ ગણાવીને સત્તાધીશોને કન્વેન્સ કરવા પાછળનો આશય શું ?❓
🚫શું એક અધિકારીનો અંગત મમત લાખો ઉમેદવારોના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય કરતા મોટો છે?❓
જવાબ તમે બધા જાણો જ છો.. ભુતકાળના અનુભવ પણ આપને ખ્યાલ છે.
💢કેન્દ્રીય એજન્સીઓના રિવ્યૂ લેવડાવીને સાબિત કરવાના કાવાદાવા થઈ રહ્યા છે કે ઓનલાઈન પદ્ધતિ શ્રેષ્ઠ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે:👇🏻
⚡જટિલતા: સામાન્ય ઉમેદવાર ક્યારેય સમજી શકતો નથી કે તેના માર્ક્સ કયા આધારે વધ્યા કે ઘટ્યા.
⚡અસમાનતા: અલગ-અલગ શિફ્ટના પેપરનું સ્તર ક્યારેય એકસમાન હોઈ શકતું નથી. ગમે તેટલા ગણિતના સૂત્રો લગાવો, પણ તે 'માનવીય ક્ષતિ' અને 'નસીબ' ના ફેક્ટરને દૂર કરી શકતા નથી.
⚡ભરોસાનો અભાવ: જ્યારે પરીક્ષા એક જ દિવસે, એક જ સમયે અને એક જ પેપરથી લેવાય, ત્યારે જ 100% સમાનતા જળવાય છે.
📝ઓફલાઈન પરીક્ષા હજી પણ શક્ય છે – બસ, એક છેલ્લા ધક્કાની જરૂર!
મિત્રો, જો અત્યારે જાગ્યા નહીં તો મોડું થઈ જશે.
1. જન પ્રતિનિધિઓનો સાથ: વર્તમાન સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને સાંસદો પાસે લેટર પેડ પર રજૂઆત કરાવો.
2. *મુખ્યમંત્રીશ્રી સુધી અવાજ: જો જન પ્રતિનિધિઓના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી સુધી આ વાત પહોંચશે, તો 100% પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી જ લેવાશે.
3. એક વિરુદ્ધ અનેક: જ્યારે બોર્ડ, વિભાગ અને મોટાભાગના અધિકારીઓ તમારી પડખે હોય, ત્યારે માત્ર એક વ્યક્તિના હઠાગ્રહને કારણે લાખો વિદ્યાર્થીઓનું હિત જોખમાવવું ન જોઈએ.