ભારતનું બંધારણ (Constitution of India) Telegram channel photo

ભારતનું બંધારણ (Constitution of India)

@onlybandharanPublic Channel

Owner :- @Mer_788gb Constitution of India (ભારતનું બંધારણ) ભારતનું બંધારણ - તમામ અનુચ્છેદ તેના કોન્સેપ્ટ અને અગત્યના પ્રશ્નો https://t.me/OnlyBandharan

IPLગુજરાતીભારત

340

Last views

27.6k (27,559 subscribers)
સભ્ય
—
Rating
70
Total Posts
Oct 21, 2026, 4:08 AM
અપડેટ થયેલ
Apr 1, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel Nameભારતનું બંધારણ (Constitution of India)
Username@onlybandharan
CategoryIPL
Languageગુજરાતી
Countryભારત
સભ્ય27,559
Channel TypePublic Channel
Created1 એપ્રિલ, 2026
Last Updated21 ઑક્ટો, 2026 • 19 કલાક પહેલાં
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#272743-10604
ભાષા રેન્કિંગ
#101-8
શ્રેણી રેન્કિંગ
#1784-75

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 27.6K30 Days growth: -2741%
09/2109/2610/0110/0610/1110/1610/20
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
21:09:202627,833
22:09:202627,833
23:09:202627,833
24:09:202627,833
25:09:202627,833
26:09:202627,833
27:09:202627,833
28:09:202627,833
29:09:202627,833
30:09:202627,833
01:10:202627,833
02:10:202627,833
03:10:202627,833
04:10:202627,833
05:10:202627,833
06:10:202627,833
07:10:202627,833
08:10:202627,833
09:10:202627,833
10:10:202627,833
11:10:202627,833
12:10:202627,833
13:10:202627,612
14:10:202627,612
15:10:202627,612
16:10:202627,612
17:10:202627,612
18:10:202627,612
19:10:202627,612
20:10:202627,559
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 30:03:202628,312
Week of 06:04:202628,180
Week of 13:04:202628,178
Week of 20:04:202628,061
Week of 27:04:202628,061
Week of 04:05:202628,061
Week of 11:05:202627,958
Week of 18:05:202627,958
Week of 25:05:202627,958
Week of 01:06:202628,134
Week of 08:06:202628,134
Week of 15:06:202628,134
Week of 22:06:202628,169
Week of 29:06:202628,169
Week of 06:07:202628,169
Week of 13:07:202628,065
Week of 20:07:202628,065
Week of 27:07:202628,016
Week of 03:08:202627,998
Week of 10:08:202627,998
Week of 17:08:202627,915
Week of 24:08:202627,876
Week of 31:08:202627,876
Week of 07:09:202627,854
Week of 14:09:202627,833
Week of 21:09:202627,833
Week of 28:09:202627,833
Week of 05:10:202627,833
Week of 12:10:202627,612
Week of 19:10:202627,559
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 202628,061
May 202627,958
June 202628,169
July 202628,016
August 202627,876
September 202627,833
October 202627,559
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
202627,559

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛3.1K
  2. #2⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"3.1K
  3. #3🔥 State Bank of India માં ખુબ મોટી ભરતી...3.0K
  4. #4💥🔥બંધારણના 45 પ્રશ્નોની ક્વિઝ પોલીસ કોન્સ્ટેબલ, Mphw માટે ઉપયોગી2.9K
  5. #5⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"2.9K
  6. #6🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛2.9K
  7. #7🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰2.8K
  8. #8⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"2.7K
  9. #9🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛2.7K
  10. #10🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛2.6K

નવીનતમ પોસ્ટ્સ

⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ 116: લેખાનુદાન, પ્રત્યયાનુદાન અને અપવાદાનુદાન

📖 સમજૂતી:
👉🏿 અનુચ્છેદ 116 મુજબ, સંસદને નાણાકીય વર્ષનો સંપૂર્ણ અંદાજપત્ર પસાર થાય તે પહેલાં સરકારના જરૂરી ખર્ચ માટે અસ્થાયી નાણાકીય મંજૂરી આપવાની સત્તા છે.
👉🏿 લેખાનુદાન (Vote on Account): નાણાકીય વર્ષના અમુક સમયગાળા માટે સરકારના ખર્ચની આગોતરી મંજૂરી.
👉🏿 પ્રત્યયાનુદાન (Vote of Credit): અચાનક ઊભી થયેલી મોટી નાણાકીય જરૂરિયાત માટે, જેના ખર્ચની વિગતો સામાન્ય રીતે આપી શકાય તેમ ન હોય ત્યારે મંજૂરી.
👉🏿 અપવાદાનુદાન (Exceptional Grant): ચાલુ નાણાકીય વર્ષની સામાન્ય સેવાઓનો ભાગ ન હોય તેવા વિશેષ હેતુ માટે આપવામાં આવતું અનુદાન.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 અનુચ્છેદ 116 — લેખાનુદાન, પ્રત્યયાનુદાન અને અપવાદાનુદાન.
📜 લેખાનુદાન સરકારને સંપૂર્ણ બજેટ મંજૂર થાય તે પહેલાં જરૂરી ખર્ચ ચલાવવામાં મદદ કરે છે.
📜 પ્રત્યયાનુદાન અને અપવાદાનુદાન વિશેષ નાણાકીય પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan
551000
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more: @OnlyBandharan

🛡 તેલંગાણા વિધાન પરિષદમાં કુલ કેટલા સભ્યો હોય છે?
👉🏿 ૪૦ સભ્યો

🛡 મનોરંજન કર કયા પ્રકારનો કર છે?
👉🏿 પરોક્ષ કર

🛡 ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું હતું?
👉🏿 ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦

🛡 ભારતીય બંધારણમાં કુલ કેટલા પ્રકારની રિટનો ઉલ્લેખ છે?
👉🏿 પાંચ પ્રકારની રિટ

🛡 ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ પછીના ક્રમે કયો નાગરિક પુરસ્કાર આવે છે?
👉🏿 પદ્મવિભૂષણ

📢 બંધારણના આવા જ અગત્યના પ્રશ્નોત્તર માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ:
🔗 https://t.me/OnlyBandharan
803003
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ 115: પૂરક, વધારાની અને વધુ ખર્ચની અનુદાનની માગણીઓ

📖 સમજૂતી:
👉🏿 અનુચ્છેદ 115 મુજબ, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મંજૂર કરેલી રકમ અપૂરતી પડે, કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચની જરૂર પડે અથવા કોઈ સેવા પર મંજૂર રકમ કરતાં વધુ ખર્ચ થઈ ગયો હોય, તો પૂરક નાણાકીય જોગવાઈઓ સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
👉🏿 આવી પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ સંસદ સમક્ષ પૂરક, વધારાની અથવા વધુ ખર્ચની અનુદાનની માગણીઓ રજૂ કરાવે છે.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 અનુચ્છેદ 115 — પૂરક, વધારાની અને વધુ ખર્ચની અનુદાનની જોગવાઈઓ.
📜 પૂરક અનુદાન — મંજૂર રકમ અપૂરતી પડે ત્યારે.
📜 વધારાનું અનુદાન — નવી સેવા માટે વધારાના ખર્ચની જરૂર પડે ત્યારે; વધુ ખર્ચનું અનુદાન — મંજૂર રકમ કરતાં વધુ ખર્ચ થઈ ગયો હોય ત્યારે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan
1,120000
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more: @OnlyBandharan

🛡 નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે?
👉🏿 લોકસભામાં

🛡 ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
👉🏿 ૨૪ એપ્રિલ (૧૯૯૩માં ૭૩મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો હતો.)

🛡 ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર કયા સંવત પર આધારિત છે?
👉🏿 શક સંવત

🛡 ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર મુખ્યમંત્રી કોણ હતા?
👉🏿 પવન કુમાર ચામલિંગ (સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી)

🛡 પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
👉🏿 એલ. એમ. સિંઘવી સમિતિ

📢 બંધારણના આવા જ અગત્યના પ્રશ્નોત્તર માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ:
🔗 https://t.me/OnlyBandharan
1,250004
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ 114: વિનિયોગ ખરડો (Appropriation Bills)

📖 સમજૂતી:
👉🏿 અનુચ્છેદ 114 મુજબ, લોકસભા દ્વારા અનુદાનની માગણીઓ મંજૂર થયા પછી, ભારતના સંચિત ભંડોળમાંથી નાણાં ઉપાડવા માટે વિનિયોગ ખરડો રજૂ કરવામાં આવે છે.
👉🏿 આ ખરડામાં લોકસભા દ્વારા મંજૂર કરાયેલ અનુદાનની રકમ તથા ભારતના સંચિત ભંડોળ પર ભારિત ખર્ચની રકમનો સમાવેશ થાય છે.
👉🏿 સંસદ દ્વારા કાયદા સ્વરૂપે વિનિયોગની મંજૂરી મળ્યા વિના ભારતના સંચિત ભંડોળમાંથી નાણાં ઉપાડી શકાતા નથી.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 અનુચ્છેદ 114 — વિનિયોગ ખરડા અંગેની જોગવાઈ.
📜 વિનિયોગ ખરડો ભારતના સંચિત ભંડોળમાંથી નાણાં ઉપાડવાની કાનૂની મંજૂરી સાથે સંબંધિત છે.
📜 વિનિયોગ ખરડામાં અનુદાનની મંજૂર રકમ અને સંચિત ભંડોળ પર ભારિત ખર્ચનો સમાવેશ થાય છે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan
1,430003
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more: @OnlyBandharan

🛡 ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
👉🏿 ૯ ડિસેમ્બર, ૧૯૪૬

🛡 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં બાળમજૂરી વિરુદ્ધ જોગવાઈ કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૨૪

🛡 હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે?
👉🏿 ભારતના ઉપરાષ્ટ્રપતિ

🛡 રાજ્યના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે?
👉🏿 વિધાન પરિષદ

🛡 ભારતના રાષ્ટ્રીય પ્રતીકની નીચે લખાયેલું ‘સત્યમેવ જયતે’ વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે?
👉🏿 મુંડક ઉપનિષદ

📢 બંધારણના આવા જ અગત્યના પ્રશ્નોત્તર માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ:
🔗 https://t.me/OnlyBandharan
1,460005
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ 113: અંદાજપત્રો અંગે સંસદમાં પ્રક્રિયા

📖 સમજૂતી:
👉🏿 અનુચ્છેદ 113 મુજબ, ભારતના સંચિત ભંડોળ પર ભારિત ખર્ચ અંગે સંસદમાં ચર્ચા થઈ શકે છે, પરંતુ તેના પર મતદાન થતું નથી.
👉🏿 અન્ય ખર્ચના અંદાજો લોકસભા સમક્ષ અનુદાનની માગણીઓ (Demands for Grants) તરીકે રજૂ કરવામાં આવે છે. લોકસભા આ માગણીઓને મંજૂર કરી શકે છે, નામંજૂર કરી શકે છે અથવા તેમાં ઘટાડો કરીને મંજૂર કરી શકે છે.
👉🏿 કોઈપણ અનુદાનની માગણી રાષ્ટ્રપતિની ભલામણ વિના કરી શકાતી નથી.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 અનુચ્છેદ 113 — અંદાજપત્રો અંગે સંસદમાં પ્રક્રિયા.
📜 અનુદાનની માગણીઓ પર મતદાન કરવાનો અધિકાર માત્ર લોકસભાને છે.
📜 અનુદાનની માગણી માટે રાષ્ટ્રપતિની ભલામણ આવશ્યક છે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan
1,600007
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more: @OnlyBandharan

🛡 રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મેળવવા માટે સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા કેટલા ટકા માન્ય મત મેળવવા જરૂરી છે?
👉🏿 ઓછામાં ઓછા ૬% માન્ય મત (સાથે લોકસભા અથવા વિધાનસભાની બેઠકો સંબંધિત વધારાની શરતો પણ લાગુ પડે છે.)

🛡 ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે?
👉🏿 ડૉ. બાબાસાહેબ આંબેડકર (બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ)

🛡 ઈ.સ. ૧૯૫૦માં સંયુક્ત પ્રાંતનું નામ બદલીને કયા રાજ્યનું નામ રાખવામાં આવ્યું હતું?
👉🏿 ઉત્તર પ્રદેશ

🛡 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક વખત હારીને બીજી વખત બિનહરીફ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કોણ હતા?
👉🏿 નીલમ સંજીવ રેડ્ડી (ઈ.સ. ૧૯૭૭માં બિનહરીફ ચૂંટાયા હતા.)

🛡 ભારતીય સંસદમાં કેટલી વિભાગીય સ્થાયી સમિતિઓ છે?
👉🏿 ૨૪ વિભાગીય સ્થાયી સમિતિઓ

📢 બંધારણના આવા જ અગત્યના પ્રશ્નોત્તર માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ:
🔗 https://t.me/OnlyBandharan
1,660003
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ ૧૧૨: વાર્ષિક નાણાકીય પત્રક (કેન્દ્રીય બજેટ)

📖 સમજૂતી:
👉🏿 રાષ્ટ્રપતિ દર નાણાકીય વર્ષ માટે ભારત સરકારની અંદાજિત આવક અને ખર્ચનું પત્રક સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરાવે છે. તેને વાર્ષિક નાણાકીય પત્રક અથવા કેન્દ્રીય બજેટ કહેવામાં આવે છે.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 વાર્ષિક નાણાકીય પત્રકની જોગવાઈ અનુચ્છેદ ૧૧૨માં છે.
📜 ભારતનું નાણાકીય વર્ષ ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીનું હોય છે.
📜 વાર્ષિક નાણાકીય પત્રકમાં ભારત સરકારની અંદાજિત આવક અને ખર્ચ દર્શાવવામાં આવે છે.
📜 ખર્ચને ભારતની સંચિત નિધિ પર ભારિત ખર્ચ અને અન્ય ખર્ચ એમ અલગ દર્શાવવામાં આવે છે.
📜 આ પત્રક રાષ્ટ્રપતિ દ્વારા સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરાવવામાં આવે છે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan
1,850006
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more: @OnlyBandharan

🛡 ભારતીય બંધારણનો ૪૨મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો?
👉🏿 ઈ.સ. ૧૯૭૬માં

🛡 ગુજરાત સ્વતંત્ર રાજ્ય તરીકે કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યું હતું?
👉🏿 ઈ.સ. ૧૯૬૦માં (૧ મે, ૧૯૬૦)

🛡 ભારતીય બંધારણનો અનુચ્છેદ ૩૭૦ કયા પ્રદેશ સાથે સંબંધિત હતો?
👉🏿 જમ્મુ અને કાશ્મીર

🛡 ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી જરૂરી છે?
👉🏿 સંસદની મંજૂરી (બંધારણીય જોગવાઈઓ મુજબ)

🛡 ભારતમાં મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે નાગરિકો કઈ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરી શકે છે?
👉🏿 સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ)

📢 બંધારણના આવા જ અગત્યના પ્રશ્નોત્તર માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ:
🔗 https://t.me/OnlyBandharan
1,920005
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ ૧૧૧: વિધેયકોને રાષ્ટ્રપતિની મંજૂરી

📖 સમજૂતી:
👉🏿 સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયેલો વિધેયક રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:

📜 રાષ્ટ્રપતિ વિધેયકને મંજૂરી આપી શકે છે.
📜 રાષ્ટ્રપતિ વિધેયકને મંજૂરી રોકી શકે છે.
📜 સામાન્ય વિધેયકને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે સંસદને પરત મોકલી શકે છે.
📜 સંસદ વિધેયકને ફરીથી પસાર કરીને મોકલે તો રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી પડે છે.
📜 નાણાં વિધેયકને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan
2,020006
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more: @OnlyBandharan

🛡 ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં કેટલા સિંહ છે?
👉🏿 ચાર (૪)

🛡 ભારતના ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાનો પ્રસ્તાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે?
👉🏿 રાજ્યસભા (આ પ્રસ્તાવ લોકસભાની સંમતિથી પસાર થાય છે.)

🛡 વડાપ્રધાનની ફરજો અંગે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૭૮

🛡 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની જોગવાઈ કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૨૪૩થી ૨૪૩-O (ભાગ ૯)

🛡 શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનો મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદમાં છે?
👉🏿 અનુચ્છેદ ૧૯(૧)(બ)

📢 બંધારણના આવા જ અગત્યના પ્રશ્નોત્તર માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ:
🔗 https://t.me/OnlyBandharan
2,060006
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ ૧૧૦: નાણાં વિધેયકની વ્યાખ્યા

📖 સમજૂતી:
👉🏿 કોઈ વિધેયકમાં માત્ર બંધારણમાં નિર્ધારિત નાણાકીય બાબતો સંબંધિત જોગવાઈઓ હોય તો તેને નાણાં વિધેયક (Money Bill) કહેવામાં આવે છે.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:

📜 નાણાં વિધેયકની વ્યાખ્યા અનુચ્છેદ ૧૧૦માં આપવામાં આવી છે.
📜 કર લાદવા, રદ કરવા, માફ કરવા અથવા તેમાં ફેરફાર કરવા સંબંધિત બાબતો નાણાં વિધેયકમાં સામેલ હોઈ શકે છે.
📜 ભારતની સંચિત નિધિ (Consolidated Fund of India) સંબંધિત બાબતો નાણાં વિધેયકમાં સામેલ હોઈ શકે છે.
📜 કોઈ વિધેયક નાણાં વિધેયક છે કે નહીં તેનો નિર્ણય લોકસભાના અધ્યક્ષ કરે છે.
📜 લોકસભાના અધ્યક્ષનો નિર્ણય આ બાબતમાં અંતિમ હોય છે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan
2,290007
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more: @OnlyBandharan

🛡 ભારતના મંત્રીઓ કયા રંગના રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ કરે છે?
👉🏿 વાદળી

🛡 રાજ્યસભાના સભ્યો તથા અધિકારીઓ કયા રંગના રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ કરે છે?
👉🏿 લાલ

🛡 લોકસભાના સભ્યો કયા રંગના રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ કરે છે?
👉🏿 લીલો

🛡 સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૦૪ના ચુકાદા મુજબ, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો મૂળભૂત અધિકાર બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આવે છે?
👉🏿 અનુચ્છેદ ૧૯(૧)(અ)

🛡 પ્રસિદ્ધ ઝંડા ગીત ‘ઝંડા ઊંચા રહે હમારા’ના રચયિતા કોણ છે?
👉🏿 શ્યામલાલ ગુપ્ત ‘પાર્ષદ’

📢 બંધારણના આવા જ અગત્યના પ્રશ્નોત્તર માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ:
🔗 https://t.me/OnlyBandharan
2,390008
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ ૧૦૯: નાણાં વિધેયક અંગે વિશેષ પ્રક્રિયા

📖 સમજૂતી:
👉🏿 નાણાં વિધેયક માત્ર લોકસભામાં રજૂ થાય છે. લોકસભા દ્વારા પસાર થયા પછી તેને રાજ્યસભાની ભલામણ માટે મોકલવામાં આવે છે.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:

📜 નાણાં વિધેયક માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે.
📜 લોકસભા દ્વારા પસાર થયેલો નાણાં વિધેયક રાજ્યસભાને મોકલવામાં આવે છે.
📜 રાજ્યસભાએ નાણાં વિધેયકને પોતાની ભલામણો સાથે ૧૪ દિવસમાં લોકસભાને પરત મોકલવો પડે છે.
📜 લોકસભા રાજ્યસભાની ભલામણો સ્વીકારી અથવા નકારી શકે છે.
📜 રાજ્યસભા ૧૪ દિવસમાં વિધેયક પરત ન મોકલે તો તે લોકસભા દ્વારા પસાર કરાયેલા સ્વરૂપમાં બંને ગૃહો દ્વારા પસાર થયેલો ગણાય છે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan
2,500002
🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚
𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚

🔘જાહેર હિસાબ સમિતિમાં કેટલા સદસ્યો હોય છે ?
➜22 - લોકસભાના 15 અને રાજ્યસભાના 7

🔘જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે ?
➜વિરોધ પક્ષનો સદસ્ય

🔘કઈ સમિતિને ચોકીદાર કૂતરા સાથે સરખાવવામાં આવે છે ?
➜જાહેર હિસાબ સમિતિ

🔘જાહેર હિસાબ સમિતિનો કાર્યકાળ કેટલા વર્ષનો છે ?
➜એક વર્ષ

🔘પ્રાકલન સમિતિમાં કેટલા સદસ્યો હોય છે ?
➜30- બધા જ લોકસભાના

♦️Ꭻᴏɪɴ ➥ https://t.me/OnlyBandharan
2,810003
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:

🛡 ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવતા સુધારાને બંધારણીય સુધારાનો ક્રમ મળતો નથી?
👉🏿 અનુચ્છેદ ૨ અને ૩

🛡 ભારતીય બંધારણના કેટલામા બંધારણીય સુધારા દ્વારા વિવાદિત બેરુબારી પ્રદેશ ભારત દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો?
👉🏿 ૯ મો સુધારો, ૧૯૬૦

🛡 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જો સંસદ અનુચ્છેદ ૨ કે અનુચ્છેદ ૩ હેઠળ કોઈ કાયદો ઘડે તો બંધારણના પ્રથમ અને ચોથા પરિશિષ્ટમાં સુધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૪

🛡 ભારતીય બંધારણમાં કેટલામા બંધારણીય સુધારા દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમા કરાર (સંપાદન) કરવામાં આવ્યો?
👉🏿 ૧૦૦ મો સુધારો, ૨૦૧૫

🛡 ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ મુજબ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સૂચિ આપવામાં આવેલ છે?
👉🏿 પરિશિષ્ટ ૧

📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,660000
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ ૮૪: સંસદના સભ્યપદ માટેની લાયકાત

📖 સમજૂતી:

👉🏿 સંસદના કોઈપણ ગૃહના સભ્ય બનવા માટે વ્યક્તિએ બંધારણમાં નિર્ધારિત લાયકાતો પૂર્ણ કરવી આવશ્યક છે.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:

📜 ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.

📜 ઉમેદવારે ચૂંટણી આયોગ દ્વારા અધિકૃત વ્યક્તિ સમક્ષ ત્રીજી અનુસૂચિ મુજબ શપથ અથવા પ્રતિજ્ઞા લેવી આવશ્યક છે.

📜 રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૩૦ વર્ષ હોવી જોઈએ.

📜 લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૫ વર્ષ હોવી જોઈએ.

📜 સંસદ દ્વારા બનાવેલા કાયદા મુજબની અન્ય લાયકાતો પણ પૂર્ણ કરવી જરૂરી છે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
2,410002
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:

🛡 ભારતીય બંધારણના કયા ભાગમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ અંગેની જોગવાઈ કરેલ છે?
👉🏿 ભાગ ૮

🛡 ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ તેલંગાણા રાજ્યને આંધ્ર પ્રદેશમાંથી અલગ કરી નવું રાજ્ય બનાવવામાં આવ્યું?
👉🏿 અનુચ્છેદ ૩

🛡 ભારતમાં સમાવિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ બંધારણ મુજબ કોના દ્વારા કરવામાં આવે છે?
👉🏿 રાષ્ટ્રપતિ

🛡 ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા તથા મંત્રીપરિષદ જોવા મળતી નથી?
👉🏿 લડાખ

🛡 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર) કે વહીવટદારની નિમણૂક કોણ કરે છે?
👉🏿 રાષ્ટ્રપતિ

📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,320005
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ ૮૩: સંસદના ગૃહોનો કાર્યકાળ

📖 સમજૂતી:

👉🏿 રાજ્યસભા કાયમી ગૃહ છે અને લોકસભાનો સામાન્ય કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, જો કે કેટલીક પરિસ્થિતિમાં તે પહેલાં વિસર્જિત થઈ શકે છે.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:

📜 રાજ્યસભા કાયમી ગૃહ છે અને તેનું ક્યારેય વિસર્જન થતું નથી.

📜 રાજ્યસભાના દર બે વર્ષે એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.

📜 લોકસભાનો સામાન્ય કાર્યકાળ ૫ વર્ષનો હોય છે.

📜 રાષ્ટ્રીય કટોકટી (National Emergency) દરમિયાન સંસદ કાયદા દ્વારા લોકસભાનો કાર્યકાળ એક વર્ષ સુધી વધારી શકે છે.

📜 કટોકટી સમાપ્ત થયા પછી વધારેલો કાર્યકાળ છ મહિના કરતાં વધુ ચાલુ રહી શકતો નથી.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
2,730008
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:

🛡 ભારત સરકારના સર્વોચ્ચ વહીવટી અધિકારી કોણ છે?
👉🏿 ભારતના કેબિનેટ સચિવ

🛡 રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ હોય છે?
👉🏿 એડવોકેટ જનરલ

🛡 ભારતમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
👉🏿 રાષ્ટ્રપતિ

🛡 સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્રમાં વધારો કરવાનો અધિકાર કોને છે?
👉🏿 સંસદ

🛡 રાષ્ટ્રપતિ કાનૂની બાબતોમાં કોની સલાહ લઈ શકે છે?
👉🏿 સુપ્રીમ કોર્ટ (અનુચ્છેદ ૧૪૩ અન્વયે)

📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,630004
💥🔥બંધારણના 45 પ્રશ્નોની ક્વિઝ પોલીસ કોન્સ્ટેબલ, Mphw માટે ઉપયોગી

💐બંધારણ ક્વિઝ ભાગ 1
https://www.onlysmartgk.in/2026/05/bandharan-quiz-15-question.html

💐બંધારણ ક્વિઝ ભાગ 2
https://www.onlysmartgk.in/2026/05/bandharan-quiz-part-2.html

💐બંધારણ ક્વિઝ ભાગ 3
https://www.onlysmartgk.in/2026/05/bandharan-quiz-part-3.html
2,930001
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ ૮૨: દરેક વસ્તી ગણતરી પછી બેઠકોનું પુનઃસમાયોજન

📖 સમજૂતી:

👉🏿 દરેક જનગણના પછી સંસદ દ્વારા બનાવેલા કાયદા મુજબ લોકસભાની બેઠકો અને મતવિસ્તારોનું પુનઃસમાયોજન (Delimitation) કરવામાં આવે છે.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:

📜 દરેક જનગણના પછી બેઠકોના પુનઃસમાયોજન માટે પરિસીમન (Delimitation) કરવામાં આવે છે.

📜 પરિસીમન સંસદ દ્વારા બનાવેલા કાયદા અનુસાર થાય છે.

📜 પરિસીમનનો હેતુ વસ્તીના પ્રમાણમાં મતવિસ્તારોનું યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો છે.

📜 હાલના બંધારણીય સુધારાઓ મુજબ લોકસભાની બેઠકોના પુનઃસમાયોજન પર ૨૦૨૬ પછીની પ્રથમ જનગણના સુધી સ્થગન છે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
3,060005
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:

🛡 ઝડપી ન્યાય મેળવવાના અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમમાં અંતર્નિહિત છે?
👉🏿 અનુચ્છેદ ૨૧

🛡 નિર્ધનો માટે આશ્રય મેળવવાનો અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમમાં અંતર્નિહિત છે?
👉🏿 અનુચ્છેદ ૨૧

🛡 બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૦ (૩)

🛡 મૂળભૂત અધિકારો સાથે વિસંગત કાયદાઓ રદ થવા પાત્ર છે તેવી જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે?
👉🏿 અનુચ્છેદ ૧૩

🛡 બંધારણની કઈ કલમમાં પછાત વર્ગો માટે નોકરીઓમાં અનામત જગ્યાઓ રાખવાની સત્તા રાજ્યોને આપવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૧૬ (૪)

📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,540000
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"

📍 અનુચ્છેદ ૮૧: લોકસભાની રચના

📖 સમજૂતી:

👉🏿 લોકસભા સંસદનું નીચલું ગૃહ છે. તેના સભ્યોની ચૂંટણી ભારતના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટણીથી થાય છે.

💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:

📜 લોકસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા થાય છે.

📜 લોકસભામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વસ્તી પ્રમાણમાં બેઠકો ફાળવવામાં આવે છે.

📜 દરેક લોકસભા મતવિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે.

📜 મતવિસ્તારોનું નિર્ધારણ પરિસીમન (Delimitation) અનુસાર કરવામાં આવે છે.

🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
2,510004

Showing 30 of 70 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

ભારતનું બંધારણ (Constitution of India) ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

ભારતનું બંધારણ (Constitution of India) (@onlybandharan) tgdio પર IPL શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 27,559 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું ભારતનું બંધારણ (Constitution of India) (@onlybandharan) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @onlybandharan પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું ભારતનું બંધારણ (Constitution of India) સારી IPL ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં ભારતનું બંધારણ (Constitution of India) ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 27,559 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન IPL ચેનલો સાથે સરખાવો.

ભારતનું બંધારણ (Constitution of India) ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @onlybandharan પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.