Gujarati premi Telegram channel photo

Gujarati premi

@gujaratipremiPublic Channel

1) કોઈ પણ પ્રકારની લિંક શેર ન કરવી 2) કોઈ પણ પ્રકારના ખરાબ મેસેજ ન મોકલવા 3)કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરવો 4) કોઈ પણ વ્યક્તિ ને પર્સનલ મેસેજ મોકલી પરેશાન ન કરવા 5)ગ્રુપમાં કોઈ જાતની સમાચાર પત્રિકા વહેચવાની મનાય છે

156

Last views

4.5k (4,485 subscribers)
સભ્ય
—
Rating
90
Total Posts
Oct 14, 2026, 4:32 PM
અપડેટ થયેલ
Apr 6, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameGujarati premi
Username@gujaratipremi
Categoryન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો
Languageગુજરાતી
Countryભારત
સભ્ય4,485
Channel TypePublic Channel
Created6 એપ્રિલ, 2026
Last Updated14 ઑક્ટો, 2026 • 7 દિવસ પહેલાં
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#167163+311
ભાષા રેન્કિંગ
#55+1
શ્રેણી રેન્કિંગ
#1820+9

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 4.5K30 Days growth: +90.2%
09/1509/2009/2509/3010/0510/1010/14
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
15:09:20264,476
16:09:20264,476
17:09:20264,482
18:09:20264,482
19:09:20264,482
20:09:20264,482
21:09:20264,482
22:09:20264,482
23:09:20264,482
24:09:20264,482
25:09:20264,482
26:09:20264,482
27:09:20264,482
28:09:20264,482
29:09:20264,482
30:09:20264,482
01:10:20264,482
02:10:20264,482
03:10:20264,482
04:10:20264,482
05:10:20264,482
06:10:20264,482
07:10:20264,482
08:10:20264,482
09:10:20264,482
10:10:20264,482
11:10:20264,482
12:10:20264,482
13:10:20264,482
14:10:20264,485
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 06:04:20264,436
Week of 13:04:20264,436
Week of 20:04:20264,436
Week of 27:04:20264,430
Week of 04:05:20264,430
Week of 11:05:20264,430
Week of 18:05:20264,430
Week of 25:05:20264,430
Week of 01:06:20264,449
Week of 08:06:20264,449
Week of 15:06:20264,449
Week of 22:06:20264,449
Week of 29:06:20264,461
Week of 06:07:20264,461
Week of 13:07:20264,461
Week of 20:07:20264,463
Week of 27:07:20264,463
Week of 03:08:20264,469
Week of 10:08:20264,469
Week of 17:08:20264,477
Week of 24:08:20264,483
Week of 31:08:20264,483
Week of 07:09:20264,476
Week of 14:09:20264,482
Week of 21:09:20264,482
Week of 28:09:20264,482
Week of 05:10:20264,482
Week of 12:10:20264,485
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 20264,430
May 20264,430
June 20264,461
July 20264,463
August 20264,483
September 20264,482
October 20264,485
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
20264,485

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1કપડાં સારા હશે તો લોકો તમને પસંદ કરે છે,857
  2. #2કોઈની ખૂબી નો અસ્વીકાર,789
  3. #3•─────────────────────•785
  4. #4▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭782
  5. #5શિતળા સાતમ-ટાઢી સાતમનુ મહાત્મ્ય અને વાર્તા.762
  6. #6▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭761
  7. #7શ્રાવણ વદ આઠમ મધરાત્રે જનમ્યા,751
  8. #8"જીતવા"નો મિજાજ હોય તો,749
  9. #9મીરાં નો માધવ ને... રાધા નો કાન,746
  10. #10થોડું વ્યવહારિક થતાં ન આવડે તો,741

નવીનતમ પોસ્ટ્સ

Gujarati premi logo
Gujarati premi

18 ઑક્ટો, 2026 22:17

Photo1/2
પગની એડી ઊંચી રાખવાથી કદ ન વધે,
માથું નમાવવાથી વ્યક્તિત્વનું કદ વધે…!!



શુભ રાત્રી
156000
Gujarati premi logo
Gujarati premi

18 ઑક્ટો, 2026 17:28

સુણો છે ચૌક માડી રમવા ને આવજો
કંકુ પગલે માડી રમવા પધારજો
સાથે રુડો ગરબો રમતો રે રાખજો
કંકુ પગલે માડી રમવા પધારજો

માડી તારો ગરબો રે…
ઘૂમતો આખિલ બ્રહ્માંડ મા
એ ઘૂમતો ચાચર ચૌક રમતો…
આખિલ બ્રહ્માંડ મા (×2)

માડી તારો ગરબો રે…
ઘૂમતો આખિલ બ્રહ્માંડ મા

માડી તારો ગરબો રે…

ગબ્બર ના ગોક થી અંબાજી આવજો
કચ્છ ધણીયાણી આશાપુરા મા ને લાવજો
ખામકડી ખોડલ નો સંગાથ
રમજો આખિલ બ્રહ્માંડ મા…
ચાંદી ચામુંડા નો સાથ રમજો
આખિલ બ્રહ્માંડ મા…

માડી તારા ગરબામા નવલાખ તરલિયા
ગર્બે ઘૂમે માડી પ્રગટે દિવાળીઆ
નવખંડ થાય ઉજાસ
હે નવખંડ થાય ઉજાસ
રમજો આખિલ બ્રહ્માંડ મા…

માડી તારો ગરબો  રે…
ઘૂમતો આખિલ બ્રહ્માંડ મા

એ ઘૂમતો ચાચર ચૌક રમતો…
આખિલ બ્રહ્માંડ મા (×2)

માડી તારો ગરબો રે…
ઘૂમતો આખિલ બ્રહ્માંડ મા

માડી તારો ગરબો રે…
254000
Gujarati premi logo
Gujarati premi

18 ઑક્ટો, 2026 07:33

▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ આજ ના  સુવિચાર ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
             સુપ્રભાત.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
આ સંસારમાં દરેક વ્યકિત ને પોતાના" જ્ઞાન નું અભિમાન" છે,પરંતુ કોઈ ને પોતાના  "અભિમાન નું જ્ઞાન " નથી.
➖➖➖➖➖➖➖➖➖
દરેક એક બીજા ના ભરોસે જીવી રહ્યા છે.. છતાં એક બીજા ઉપર કોઈને ભરોસો નથી..

ટીકાનો ટેક્ષ ભર્યા વગર કિર્તીની કમાણી શક્ય નથી.
➖➖➖➖➖➖➖➖➖
બધાની સેવા કરો પણ કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો, કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે, માણસો નહિ..
➖➖➖➖➖➖➖➖➖
સંબંધમાં સૌથી અસરકારક બાબત વાત કરવાની રીત હોય છે..  જે શબ્દો થી નજીક આવી શકાય એ જ શબ્દો થી દુર પણ થઈ શકાય છે...!
➖➖➖➖➖➖➖➖➖
સાચા ખોટાની બધી જ ખબર હોવા, છતાં સંબંધ સાચવે એ જ સંસ્કાર..!!
➖➖➖➖➖➖➖➖➖
આમ તો આ આકાશ આખું સારું છે, પણ મારી બારી માંથી દેખાય એટલું જ મારું છે..!
➖➖➖➖➖➖➖➖➖
ફિકરમાં રહેશો તો જાતે જ બળતા રહેશો,  અને  બેફિકર રહેશો તો આખી દુનિયા બળતી રહેશે.
➖➖➖➖➖➖➖➖➖
જે ખોયું છે.. એ સાથે લઈને તો આવ્યા નહોતા..  તો પછી દુઃખ શેનું?.. અને જે મેળવ્યું છે એ સાથે લઈને જવાનું નથી.. તો ઘમંડ શેનું?
➖➖➖➖➖➖➖➖➖
ઈશ્વરે માનવને જન્મ આપીને દુનિયા આપી દીધી અને કહ્યું,
" ત્રેવડ હોય એટલું લઈ લે "
માણસે માત્ર ઈચ્છા જ લીધી, જે ક્યારેય પુરી થતી નથી..!
➖➖➖➖➖➖➖➖➖
બે વસ્તુ ગણવાનું છોડી દો તો.. જીવવું સરળ થઈ જશે ,,,,,, પોતાનું દુઃખ અને બીજા નું સુખ .....!!
➖➖➖➖➖➖➖➖➖
વિનમ્રતાનો અર્થ શરણાગતી નથી,  તે જીવનમાં સંબંધો જાળવવાનું એક અસરકારક શસ્ત્ર છે...!
➖➖➖➖➖➖➖➖➖
માહોલ જ એવો થઈ ગયો છે,
ના કોઈને કાયદો પસંદ છે.. ના કોઈ વાયદો પસંદ છે..
બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે..!!
➖➖➖➖➖➖➖➖➖
ભૂલ કરવી પ્રકૃતિ છે  ભૂલ માનવી  સંસ્કૃતિ  છે  ભૂલ કબૂલ ન કરવી વિકૃતિ છે  ભૂલ સુધારવી એ પ્રગતિ છે..!
➖➖➖➖➖➖➖➖➖
સારા સાથે સારા પણ ખરાબ સાથે ખરાબ ના બની શકાય,
કારણ કે કાદવથી કાદવ સાફ કરી શકાય નહીં..!
➖➖➖➖➖➖➖➖➖
જિંદગી એ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે આપણી મરજી મુજબ ચાલે, જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે, દરરોજ એક પાનું ફરે છે અને જિંદગીનું નવું સસ્પેન્સ ખુલે છે..!
➖➖➖➖➖➖➖➖➖
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે અને એક અનુભવ થી પૂરો થાય છે..!
➖➖➖➖➖➖➖➖➖
કામ તો પડવા દો એમને,
લોકો ગુલાબ જાંબુ જેવા મીઠા થઈ જશે...!
➖➖➖➖➖➖➖➖➖
આપણા પોતાના  માઈનસ પોઈન્ટની ખબર હોવી, તે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે..!
➖➖➖➖➖➖➖➖➖
આ એ સમય ચાલે છે, જ્યાં માણસ પડે તો, હસવું આવી જાય છે, અને મોબાઇલ પડે તો, જીવ નીકળી જાય છે..!!
➖➖➖➖➖➖➖➖➖
દુનિયામાં ખુશ એ લોકો રહે છે,
જે એ જાણી ચુક્યા છે બીજા પાસેથી કોઈપણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે..!
➖🌻➖🌻➖🌻➖🌻➖
Do the hard jobs first. The easy jobs will take care of themselves.
➖🌻➖🌻➖🌻➖🌻➖
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
374000
Gujarati premi logo
Gujarati premi

17 ઑક્ટો, 2026 23:28

Photo1/2
ઘણા લોકોને ઘમંડ હોય છે કે..
એમની પાછળ લાઈનો લાગી છે..!
પણ, એમને ખબર નથી...
લાઈનો ત્યાં જ લાગે, જ્યાં વસ્તુ "સસ્તી" હોય..!!


શુભ રાત્રી
390000
Gujarati premi logo
Gujarati premi

17 ઑક્ટો, 2026 18:46

માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં (2)
એ ઘુમતો ચાચર ચોક રમતો (2)
અખિલ બ્રહ્માંડમાં
માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં
ગબ્બરના ગોખથી અંબાજી આવજો
કચ્છ ધણયાણી આશાપુરા માં ને લાવજો
ખામકડી ખોડલનો સંગાથ
રમજો અખિલ બ્રહ્માંડમાં
ચંડી ચામુંડમાં નો સાથ
રમજો અખિલ બ્રહ્માંડમાં
માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં
માડી તારા ગરબામાં નવલાખ તરલિયા
ગરબે રમી માડી પ્રગટે દિવાળી આ
નવખંડ થાય ઉજાસ
રમજો અખિલ બ્રહ્માંડમાં
માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં
એ ઘુમતો ચાચર ચોક રમતો અખિલ બ્રહ્માંડમાં (2)
માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં (2)
440001
Gujarati premi logo
Gujarati premi

17 ઑક્ટો, 2026 10:25

Photo1/2
ભય ગમે તેટલો બળવાન હોય, સાહસ અને બુદ્ધિચાતુર્ય તેને પળવારમાં જ નષ્ટ કરી દે છે.


જય બાલાજી
498002
Gujarati premi logo
Gujarati premi

17 ઑક્ટો, 2026 07:50

▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ આજ ના  સુવિચાર ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
             સુપ્રભાત.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામેવાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાંથી જુદા છે,
એ દિવસથી જીવનનાં બધાં જ દુઃખો સમાપ્ત થઈ જશે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
કેટલી અજીબ વાત છે
માથું નમાવીને માણસ પથ્થર ને ભગવાન માની લે છે. પરંતું કોઈ માણસ ની આગળ નમવું પડે તો પોતે પથ્થર બની જાય છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ભાગ્ય નું ભોગવવાના ભવ ઘણા છે,  પણ, પણ ભાગ્ય ઘડવાનો ભવ આ એક જ છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
પકડી ને રાખશો તો ઘણું બધું છૂટી જશે, અને છોડતા શીખશો તો ઘણું બધું સચવાઈ જશે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ટૂંટિયું વાળીને સૂવાનું દુઃખ જેને ખબર છે,    એને... ક્યારેય ચાદર ટૂંકી પડતી નથી..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો, અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો !! નહીં તો કપરા પરિણામો ભોગવવા પડશે...!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
તર્ક અને ટીકા થી જગત નથી ચાલતું, પણ સ્નેહ અને સમાધાન થી જગત ચાલે છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે ખોટા છો અને સામેવાળા સાચા છે, પણ એનો અર્થ એ છે કે તમે સંબંધની કિંમત તમારાં અહમ કરતાં વધુ સમજો છો..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
"રેખા"ઓ નું પણ પોતાનું આગવું અસ્તિત્વ હોય છે...,
કપાળ પર હોય તો "ચિંતા",
હથેળીમાં હોય તો "ભાગ્ય", જમીન પર હોય તો "ભાગલા",
અને...,  જો સંબંધમાં હોય તો "તિરાડ"...!!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
જો હૃદય ના ખૂણા જ સ્વસ્થ નહી હોય તો.. વાસ્તુશાસ્ત્ર પણ સુખ સર્જી નહી શકે.. મન માં ઉતરવું અને મન થી ઉતરવું  બન્ને વચ્ચે ધુમ્મસ અને ધુમાડા જેટલો ફરક છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
આકારમાંથી નિરાકાર તરફની પ્રગતિ જ જીવનયાત્રાનું સાચું લક્ષ્ય છે;
માત્ર આકારમાં અટકી જવું એ જીવનની પૂર્ણતા નથી..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
આ સંસારમાં જે વ્યક્તિ વિનમ્ર, જિજ્ઞાસુ, શાંત, દયાળુ, અપરિગ્રહી, પવિત્ર, સંતુલિત અને એકતા વધારવા માટે પ્રયત્ન કરે છે તે જ મોક્ષ ના અધિકારી છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
જ્યાં બધા લોકો સમજદાર,, ભેગા થયા હોય,,,
ત્યાં કોઈ એકબીજાને,,, સમજી નથી શકતું...!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
જીવન ત્યારે અઘરું લાગે છે,

જ્યારે આપણે પોતે બદલવાની જગ્યાએ પરિસ્થિતિ બદલવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ..!
➖🌻➖🌻➖🌻➖🌻➖
There can be no greater gift than that of giving one's time and energy to help others without expecting anything in return.
➖🌻➖🌻➖🌻➖🌻➖
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
509000
Gujarati premi logo
Gujarati premi

16 ઑક્ટો, 2026 22:37

Photo1/2
બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.



શુભ રાત્રી
484000
Gujarati premi logo
Gujarati premi

16 ઑક્ટો, 2026 18:16

સજ્જન વિષે

(છપ્પા)

તરુવરનો નહિ તાગ, ભાગ્યથી સુરતરુ ભેટે;
હીરા મળે હજાર, કોહિનુર છેકજ છેટે;


બગલા બાણું ક્રોડ, હંસ તો ન મળે હળવો,
સમળા મળે અસંખ્ય, ગરુડ મહિમા ક્યાં મળવો;

જન તો બહુ જડશે જગતમાં, તન તાપ ન તેથી ટળે,
દિલ સત્યપણે દલપત કહે, મહાભાગ્ય સજ્જન મળે.

(દોહરા)

સજ્જન સૌના સ્નેહી પણ, દુષ્ટ તણે મન કાળ;
જગત ચક્ષુ છે સૂર્ય પણ, ઘૂડ ગણે વિકરાળ.

સજ્જનને હરકત કરે, તે જન પામે ક્લેશ;
સ્પર્શ કરે તે પરજળે, અગ્નિને નહિ દ્વેષ.

-દલપતરામ
518000
Gujarati premi logo
Gujarati premi

16 ઑક્ટો, 2026 09:38

Photo1/2
મળેલી તકનો સારી રીતે ઉપયોગ કરવાની કુશળતા એ જ ખરી જાગૃતિ છે.



જય શ્રી કૃષ્ણ
548000
Gujarati premi logo
Gujarati premi

16 ઑક્ટો, 2026 07:10

▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ આજ ના  સુવિચાર ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
             સુપ્રભાત.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
મુશ્કેલીઓ તો ખૂબ સાદગી ભરી હોય છે, ચુ પ ચા પ  ચાલી જાય છે .બીચારી જ્યારે ખુશી માણવા માટે તો વારંવાર પ્રસંગો ગોઠવવા પડે છે ..
➖➖➖➖➖➖➖➖➖
પોતાની સુંદરતા ને " અરીસા " નહિ લોકો ના" હૃદય " માં ગોતો ...   તમે " સહેલા " થઈ જાવ .. પછી કંઈ "અઘરું "નહિ લાગે.
➖➖➖➖➖➖➖➖➖
વળાંક આવેતો વળવુ પડે એને રસ્તો બદલ્યો ના કહેવાય,
સમય ની સાથે થોડુ બદલવુ પડે એને સ્વભાવ બદલ્યો ન કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖
દિન રાત દિલ માં રહે છે તું... કહે કેમ આટલો સાથ ગમે છે મને...
દિલ પર મૂકીને હાથ સાચું કહેજે ...  દિવસ માં કેટલી વાર યાદ કરે છે મને ??? … 🫣🫣
➖➖➖➖➖➖➖➖➖
માથાના વાળમાં આવતી સફેદી પણ સરસ સમજાવે છે કે હવે એક જ રંગમાં રહેવાનું છે ,
માટે રંગ બદલવાનું છોડી દે...
➖➖➖➖➖➖➖➖➖
રોટલી ને એક બાજુ થી શેકો તો એ પણ બળી જાય છે મારા વ્હાલા, બંને બાજુ થી સચવાઈ તોજ સબંધોમાં મીઠાસ રહે છે. " પરિપક્વતા " અને " સમજણ " વ્યક્તિ ના " મૌન અને ભાષા " થી પરખાય છે.
➖➖➖➖➖➖➖➖➖
આ સંસારમાં દરેક વ્યકિત ને પોતાના" જ્ઞાન નું અભિમાન" છે, પરંતુ
કોઈ ને પોતાના  "અભિમાન નું જ્ઞાન " નથી.
➖➖➖➖➖➖➖➖➖       
દરેક એક બીજા ના ભરોસે જીવી રહ્યા છે..
છતાં એક બીજા ઉપર કોઈને ભરોસો નથી..
➖➖➖➖➖➖➖➖➖
ટીકાનો ટેક્ષ ભર્યા વગર કિર્તીની કમાણી શક્ય નથી.
➖➖➖➖➖➖➖➖➖
એકઠા તો બધા થાય છે બસ તકલીફ તો એક થવામાં છે. બધાને રાજી રાખવા એ શક્ય જ નથી પરંતુ બધાથી રાજી રહેવું, એ ખૂબ સરળ છે..
➖➖➖➖➖➖➖➖➖
પાણીમાં તેલનું ટીપું પડે ને ભળે નહીં એને સંપર્ક કહેવાય,પાણીમાં દૂધનું ટીપું પડે ને  ભળી જાય એને સંબંધ કહેવાય.
➖🌻➖🌻➖🌻➖🌻➖
The best way to find yourself is to lose yourself in the service of others
➖🌻➖🌻➖🌻➖🌻➖
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
560000
Gujarati premi logo
Gujarati premi

15 ઑક્ટો, 2026 22:55

Photo1/2
દુઃખતી નસ બે જણ પકડે, વિરોધી અને વૈદ્ય, પણ હેતુ બંને ના જુદા.



શુભ રાત્રી
515000
Gujarati premi logo
Gujarati premi

15 ઑક્ટો, 2026 16:33

૮. નવદુર્ગાના દિવ્ય સ્વરૂપોનું પ્રગટ્ય

૧. શ્રી શૈલપુત્રી (પ્રથમ સ્વરૂપ)

ધરી શીશ અર્ધે જ ચંદ્રે સોહંતી,
વૃષે બેસી માતા સદા હર્ષવંતી;
ત્રિશૂળ ને પદ્મ જ હાથે ધરાયે,
નમું શૈલપુત્રી સદા સુખદાયે. ॥ ૩૪ ॥

૨. શ્રી બ્રહ્મચારિણી (દ્વિતીય સ્વરૂપ)

તપસ્યા તણા તેજથી જે પ્રકાશે,
હરે ભક્તના કષ્ટ માતા વિનાશે;
ગ્રહ્યા હસ્ત માળા કમંડલુ સોહે,
નમું બ્રહ્મચારિણી જે ચિત્ત મોહે. ॥ ૩૫ ॥

૩. શ્રી ચંદ્રઘંટા (તૃતીય સ્વરૂપ)

શિરે ચન્દ્ર ઘંટા તણો નાદ ગાજે,
દસે હાથ શસ્ત્રો સજી મા જ રાજે;
સિંહાસન બેસી અસુરો ડરાવે,
નમું ચંદ્રઘંટા સદા લાડ લાવે. ॥ ૩૬ ॥

૪. શ્રી કુષ્માંડા (ચતુર્થ સ્વરૂપ)

રચ્યું અંડ બ્રહ્માંડ આ હાસ્ય માહી,
અનંતા જ તેજો તણા રૂપ આહી;
અષ્ટ ભુજાધારી સૂરજ સંગ સોહે,
નમું મા કુષ્માંડા જગત મન મોહે. ॥ ૩૭ ॥

૫. શ્રી સ્કંદમાતા (પંચમ સ્વરૂપ)

હરી સ્કંદ ખોળે સદા માત બેઠી,
દયા સૃષ્ટિ માહી તમારી જ દીઠી;
સિંહાસન શોભે ચતુર્બાહુ ધારી,
નમું સ્કંદમાતા સદા ભયહારી. ॥ ૩૮ ॥

૬. શ્રી કાત્યાયની (ષષ્ઠ સ્વરૂપ)

ઋષિ કાત્યાયન ઘેરે જે મા જણાઈ,
મહા તેજધારી કન્યા કહાઈ;
ધરી ખડ્ગ હાથે મહિષાસુર માર્યો,
નમું કાત્યાયની તેં જગત ભાર તાર્યો. ॥ ૩૯ ॥

૭. શ્રી કાલરાત્રિ (સપ્તમ સ્વરૂપ)

ઘનઘોર કાળી નભે રૂપ સોહે,
ત્રણ આંખ મોટો પ્રકાશ જ મોહે;
ગધેડે જ બેસી અસુરો જ કીધો,
નમું કાલરાત્રિ જગત દોરી લીધો. ॥ ૪૦ ॥

૮. શ્રી મહાગૌરી (અષ્ટમ સ્વરૂપ)

પવિત્ર શ્વેત વસ્ત્રે સદા ગૌર રૂપે,
બન્યા શંભુ નારી તપના જ ભૂપે;
ધરી નંદી બેસી મહા શાંત ભાસે,
નમું મા મહાગૌરી ભક્તોના પાસે. ॥ ૪૧ ॥

૯. શ્રી સિદ્ધિદાત્રી (નવમ સ્વરૂપ)

બધી સિદ્ધિઓ આપતા માત અંબે,
બધા દેવ નમતા તમારા અવલંબે;
કમળ પર બેસી નવનિધિ દેતી,
નમું સિદ્ધિદાત્રી સદા હર્ષ લેતી. ॥ ૪૨ ॥
576001
Gujarati premi logo
Gujarati premi

15 ઑક્ટો, 2026 09:29

Photo1/2
આચરણ હંમેશા શ્રી રામ જેવું રાખવું પણ વિચારો તો શ્રી કૃષ્ણ જેવા જ રાખવા

કેમકે જીવન માં યુદ્ધ તો દરેક પગલે રહેવાનું જ

જય શ્રી કૃષ્ણ
568005
Gujarati premi logo
Gujarati premi

15 ઑક્ટો, 2026 06:47

•─────────────────────•  
✍🏻        આજ  ના સુવિચાર
•─────────────────────•  
                 સુપ્રભાત.
•─────────────────────•  

હકીકત જાણીશ તો બધા પારકા થઈ જશે, ભરમમાં રહેવા દો બધા આપણાં જ છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જિંદગી ની યાત્રા પણ વિચિત્ર છે... કશું જ લીધા વગર આવીએ છીએ, દરેક વસ્તુ માટે લડીએ છીએ અને, અંતે બધું જ છોડી ને ચાલ્યા જઈએ છીએ...!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
મિત્રતા એટલે મનની કોઈ પણ અવસ્થાને, મોજ અપાવનાર નિર્દોષ લાગણી..!!!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સુખ હોય પણ શાંતિ ન હોય તો,
સમજવું કે, તમે ભૂલથી સગવડ ને સુખ સમજી બેઠા છો ...
જીવનમાં હંમેશા વાંચવાની આદત  રાખો, સાહેબ,, પછી એ પુસ્તકો હોય, આંખો હોય, કે પછી કોઈનું મન!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
માનવીનો મોટો દુશ્મન એનું અજ્ઞાન નથી, પરંતુ પોતે સર્વજ્ઞાની હોવાનો ભ્રમ છે, સાહેબ!!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સત્ય એક સર્જરી જેવું છે, થોડું દર્દ આપે છે પણ  રાહત મળે છે. જૂઠ એક પેઇનકિલર જેવું છે  જે તમને તત્કાલ રાહત તો આપે છે, પણ તેની આડઅસર તો જીંદગીભર રહી જાય છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ  હશે  તો જીવનમાં પરીક્ષા આવશે,  પરંતુ.  સમસ્યા તો નહીં જ આવે..!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
શિક્ષણ અને સંસ્કાર જીવન જીવવાના મહત્વના અંગ છે,  શિક્ષણ ક્યારેય નમવા નહિ દે અને સંસ્કાર ક્યારેય પડવા નહિ દે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આયુષ્યની તિજોરી  ઈચ્છાઓ ખાલી  કરી ગઈ.. પણ અફસાેસ આપણે  સંતોષનું તાળું લગાવી ન શક્યા..!!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ઘણા લોકોને ઘમંડ હોય છે કે..
એમની પાછળ લાઈનો લાગી છે..!
પણ, એમને ખબર નથી...
લાઈનો ત્યાં જ લાગે, જ્યાં વસ્તુ "સસ્તી" હોય..!!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
નસીબને લીફટમાં જવાની આદત અને....., પુરુષાર્થને પગથિયાં ચડવા પડે છે..!!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
"મારુ - તારુ" કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા..! "જતુ"  કરનાર.. લોકો દુનિયા જીતી ગયા..!!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વીતી ગયેલી જિંદગીને ક્યારેય   યાદ ના કરો ,કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો ,   જે થવાનું છે તે તો થઈને જ રહેશે ,કાલ ની ફિકર મા તમારી આજ ખરાબ ના કરો......
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
લોકોને રાજી રાખવાના નુસ્ખા શોધો..
આજ કાલ સંબંધો,
તો જ તંદુરસ્ત રહે છે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ચહેરા કરતાં વધુ પ્રામાણિક  અવાજ હોય છે, અનેર એનાથીય વધુ આંખો...
પણ,  સૌથી વધુ પ્રામાણિક તો સ્મિત છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Delete everything in your mind that is not moving forward.
Remember  when you forgive,   you heal  and...
when you let go, you grow.  
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ
તત્વ રહી શકતું હોય તો તે નિર્દોષતા છે…
•─────────────────────•  
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
588000
Gujarati premi logo
Gujarati premi

14 ઑક્ટો, 2026 22:50

Photo1/2
કોઈપણ વ્યક્તિ
વિશે કઈ પણ
જાણ્યા વગર
મંતવ્ય આપવું,


એ એના
વ્યક્તિત્વનું નહિ
પણ આપણા
વિચારોનું પ્રદર્શન
છે..



શુભ રાત્રી
565002
Gujarati premi logo
Gujarati premi

14 ઑક્ટો, 2026 18:04

યોગમાયા અંબાજીની સ્તુતિ

દોહો__
શાંતિકરણ જગભરણ તું, ઘડણ ઘણા ભવઘાટ;
નમો આધ્ય નારાયણી, વિશ્વરૂપ વૈરાટ.

(છંદ-ભુજંગી)

નમો બ્રહ્મશક્તિ મહાવિશ્વમાયા,
નમો ધારની કોટિ બ્રહ્માંડ કાયા;
નમો વેદ વેદાંત મેં શેષ બરની,
નમો રાજ કા રંકપેં છત્ર ધરની. (૧)

નમો પૌનરૂપી મહા પ્રાણદાતા,
નમો જગતભક્ષી પ્રલે જીવ ઘાતા;
નમો દામની તાર તોરા રૂપાળા,
નમો ગાજતી કાલિકા મેઘમાળા. (૨)

રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી.
પૂરે સાથિયા કે'ક રંગે પ્રકાશી;
લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે,
તુંહારાં અનોઠાંહ વાજિંત્ર વાજે. (૩)

નિશા શામળી કામળી ઓઢ કાળી,
તુંહી કાળરાત્રી નમામી કરાળી;
તુંહી તારલે જ્યોત ઝીણી ઝબૂકે;
ફરે આભ કા પંથ ફેરા ન ચૂકે. (૪)

પ્રભા ભાનુમેં માત તોરી પ્રકાશે,
લખી ઉગ્રતા ઓઘ અંધાર નાશે;
તુંહી ચંદ્રિકા રૂપ વ્યોમે હસંતી,
ધરી ઓઢણી શ્વેત આભે લસંતી. (૫)

દિશા-કાલ કે ભેદ તોરા ન દિસે,
નમો સેવ્યની બ્રહ્મ રુદ્રં હરિસે;
તુંહી આભ ઔકારા કેતા નિપાવે,
મથે માનવી થાહ તોરા ત પાવે. (૬)

તુંહી સાયરાં નીર ગંભીર ગાજે,
ભીડે આંકડા વાંકડા નાટ સાજે;
ધકેં હાલતા લોઢ લેતા હિલોળા,
કરતી જળાં બોળ અંગે કિલોળા. (૭)

તુંહી વાદળાં પા'ડ માથે પછાડે,
સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે;
અષાઢે સુ નીલંબરં અંગ ઓઢી,
તુંહી જાણિયેં પાણિયાં સેજ પોઢી. (૮)

હિમંતે *અનોધા હિમાળા હલાવે;
તુંહી પૌનમાં શીતળં ગીત ગાવે;
વસંતે તુંહી માત હેતે હુલાસી,
લતા ઝાડમાં ફુલે ફુલે પકાશી. (૯)

ભડી દાવનાં સાથ બુઢ્ઢિ ભુજાળી;
અખાડે અરિ આમળા દીધ ટાળી;
પવાડે ટલા કેતરી વાર લીધા,
રણે *દોખિયાંરે સરે રેશ દીધા. (૧૦)

તહીં વાર કાળી ધરી હાથ કાતાં,
રંગ્યાં રાખસાં લોઈ બંબોળ રાતાં;
ભવાની અસાં ભારથાં કે'ક કીધાં.
પછાડી ઘણાં દાનવાં *રેર પીધાં. (૧૧)

તુંહી લોહ ખાંડા ધરી વીશ હાથે,
મંડી ખેધ વાઘેશ્વરી દૈત માથે;
વડા પા'ડ શા આવતા રાહ આડા,
ધકી *વેઢકે ત્રોડિયાં કાંધ જાડાં. (૧ર)

પછાડ્યો જળાં સોવળાં દૈત ઘાતી,
ધરા દીધ રાખી રસાતાળ જાતી;
કહે સેવકાં પાહિ તોહિ સરાહી,
નમો વિશ્વગ્રાહી અગ્રાહી વરાહી. (૧૩)

તુંહી ટેર પ્રેલાદરી સુણ ધોડી;
તમંકી બણી સિંહણી થંભ ત્રોડી;
હણી દીધ તેં રામરો દૈત દ્રોહી,
નમો નારસિંઘી અસુરાં, વિમોહી. (૧૪)

ફતેકાર નેતા તિહારા ફરુકે,
જપે સૂર માળા તુંહી પાવ ઝૂકે;
તુંહી હેક ચંડી મહા માન ખંડી,
વિખંડી દળાં દાનવાં લોક મંડી. (૧૫)

તુંહી શ્વાસ-ઉસાસરી હાથ દોરી,
કળા કોણ જાણે તિહારી અઘોરી;
સુણી સાદને અંબિકા ધાય વારે,
કરો સેવકાં જા'જ માતા કિનારે. (૧૬)

તુંહી કારણી મારણી મોહ માયા,
તુંહી તારણી જે શેરે કીધ દાયા;
તુંહી જગ્ત નિભાવણી વિશ્વકાયા,
નમો રાજરાજેશ્વરી યોગમાયા. (૧૭)

ભરી પૂર્ણ બ્રહ્માંડમાં પૂર્ણ પાસે,
અણુ બીજમાં તું અનેરી પ્રકાશે;
તુંહી જોગણી ભોગણી જીવ જાયા,
નમો સાત દીપેશ્વરી વજ્ર કાયા. (૧૮)

તુંહી બ્રહ્મવિઘધા અવિધા પરેષી,
તુંહી તુલ્ય દષ્ટિ તુંહી ઉગ્ર દ્વેષી;
પરા પશ્યતી મધ્યમા, વૈખવાની,
ન જાતી ગતિ જાય ગંભીર જ્ઞાની. (૧૯)

ખનું એક તું કે'ક બ્રહ્માંડ થાપે;
ખનું એકમેં કે'ક લોકાં અથાપે;
તુંહી તું તુંહી તું તુંહી તું જ જાની,
મતિ હૈ યથા મોરી એતી બખાની. (૨૦)

નમો માત કાગેશ્વરી ભદ્રકાળી,
કળા સોળ ધારી રૂપાળી કૃપાળી,
દયા દીઠ સે દાસ અંગે નિહારો,
ભરોસો મુંહી એક અંબા ! તિહારો. (૨૧)

(છપ્પય)
સંવત શ્રેષ્ઠ ઉગનીસ,
સાલ નેવું સુખદાઈ,
શુકલ બીજ બુધવાર,
માસ વૈશાખ સુહાઈ;
સ્નેહપુરી કરિ વાસ,
અતિ હિયમેં હુલસાયો,
લક્ષ્મીનાથકે ભવન,
મુનિ રહી કે ગુન ગાયો.

તન વ્યાધિ હરન તારનતરન,
જળ થળ રૂપ જિણરો બણ્યો;
“કાગ'' લગ્યો તૂટે નહિ,
તાર એક અંબા તણો..

રચના_કવિશ્રી દુલા ભાયા કાગ (મજાદર)
616000
Gujarati premi logo
Gujarati premi

14 ઑક્ટો, 2026 09:34

Photo1/2
જરૂરત થી વધારે વિચારીને લોકો એવી સમસ્યા ઉભી કરે છે,

જે હકીકત માં છે જ નહિ..!!

🦚 જય શ્રીકૃષ્ણ 🦚
578003
Gujarati premi logo
Gujarati premi

14 ઑક્ટો, 2026 06:54

•─────────────────────•  
✍🏻         આજ ના સુવિચાર
•─────────────────────•  
                સુપ્રભાત.
•─────────────────────•  

વાતો તો બધી સાચી જ હોય છે.... બસ ક્યાંક સમજવા માં...
તો ક્યાંક સાંભળવા માં....
ભૂલ થાય છે.
📍📍📍📍📍📍📍📍📍
મળેલી તકનો સારી રીતે ઉપયોગ કરવાની કુશળતા એ જ ખરી જાગૃતિ છે.
📍📍📍📍📍📍📍📍📍
કંઈક કહીએ અને લાગી આવે એને " બાળપણ " કહેવાય...અને "ઘણું બધુ લાગી આવે છતાં ,  કંઈ પણ કહી ન શકે "  તેને " ઘડપણ " કહેવાય…
📍📍📍📍📍📍📍📍📍
બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.
📍📍📍📍📍📍📍📍📍
મોજાં ત્યાં જ આવે જ્યાં પાણી ભરપૂર હોય.. ખોટું પણ ત્યાં જ લાગે જ્યાં લાગણી ભરપુર હોય.. દિલ પણ ત્યાં જ ધડકે જ્યાં યાદો ભરપૂર હોય.. "અને મહેફિલ પણ ત્યાં જ જામે જ્યાં મિત્રો ભરપૂર હોય..!!
📍📍📍📍📍📍📍📍📍
किसी को दिल में बसाना हो तो दिल बड़ा कीजिए लेकिन किसी के दिल में बसना हो तो स्वयं छोटे हो जाइए !
📍📍📍📍📍📍📍📍📍
જિંદગી ની યાત્રા પણ વિચિત્ર છે... કશું જ લીધા વગર આવીએ છીએ, દરેક વસ્તુ માટે લડીએ છીએ અને, અંતે બધું જ છોડી ને ચાલ્યા જઈએ છીએ...!
📍📍📍📍📍📍📍📍📍
ભય ગમે તેટલો બળવાન હોય, સાહસ અને બુદ્ધિચાતુર્ય તેને પળવારમાં જ નષ્ટ કરી દે છે
📍📍📍📍📍📍📍📍📍
લાગણી સમજદાર થઈ ગઈ છે,
" રંગ,,, રૂપ,,,અને રોકડા,, "
જોઈને જ આગળ વધે છે.
📍📍📍📍📍📍📍📍📍
સંબંધ ના પારખાં તો, "પાનખર" માં જ થાય બાકી વરસાદ માં તો દરેક પાંદડુ લીલુંછમ જ લાગે..!!
📍📍📍📍📍📍📍📍📍
”સમય” ને હારી પણ ન શકાય,
”સમય” ને જીતી પણ ન શકાય,
ફક્ત ને ફક્ત....  ”સમય” થી શીખી શકાય....!!
📍📍📍📍📍📍📍📍📍
માર્ગદર્શન સાચું હોય ને તો,
દીવાનો પ્રકાશ સૂરજનું કામ કરી જાય છે.
📍📍📍📍📍📍📍📍📍
એવું ન વિચારો કે..
ઈશ્વર તમારી સાથે છે કે નહીં.. એવું વિચારો કે  તમે ઈશ્વરની સાથે છો કે નહીં.. કારણ કે ઈશ્વર હંમેશા  સત્યની સાથે હોય છે.
📍📍📍📍📍📍📍📍📍
ભગવાન સબંધ આપે છે, સમજવા, જાણવા, જીવવા, અને આનંદ માણવા માટે..પણ.. માણસ એને વેડફી નાંખે છે ફક્ત ને ફક્ત પારખવા માટે..!
📍📍📍📍📍📍📍📍📍
Small steps in the right direction are.. 
Better than big steps in the wrong direction...
📍📍📍📍📍📍📍📍📍
"પ્રભુ કૃપા" નો અર્થ એ નથી કે તમને કોઈ દિવસ દુઃખ જ ન આવે .....
દુઃખ માં પણ તમે દુઃખી ન થાવ અને એ સમય ક્યારે વીતી જાય એની ખબર ના પડે એને  "પ્રભુ કૃપા" કહેવાય.      
📍📍📍📍📍📍📍📍📍
થોડી ઉજવાતી જાય છે અને થોડી સચવાતી જાય છે,_
બસ
યંત્રો અને ષડયંત્રો ની વચ્ચે જીંદગી થોડી જીવાતી જાય છે_..
•─────────────────────•  
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
666002
Gujarati premi logo
Gujarati premi

13 ઑક્ટો, 2026 22:10

Photo1/2
શબ્દો ગમે એટલા હોય મારી પાસે,

પણ તમારી સમજણ સુધી ના પહોચે તો વ્યર્થ છે.


શુભ રાત્રી
634004
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

👨‍🏫 ...શિક્ષક દિવસ ...📖📖

શિક્ષક દિન શુભેચ્છા સહ...🚩

મંગલમય સાંજ...🤗

વિદ્યાર્થી ની હાથ ની, હથેળીની રેખામાં.

શ્રમનું ખેડાણ કરી ...

પિયત પરસેવાનુ કરી ..

એજ હસ્તરેખામાં

વિદ્યા નામે સોનું ઉગાડનાર

તમામ શિક્ષકો ને 

✍️ કલમ

તરફથી.....વંદન.....🙏🏻
596000
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ આજ ના  સુવિચાર ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
             સુપ્રભાત.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
વિચાર કર્મને જન્મ આપે છે,
કર્મ આદતો રચે છે,  આદતો સ્વભાવ ઘડે છે,       અને,,  સ્વભાવ જ ભાગ્ય લખે છે..!
➖➖➖➖➖➖➖➖➖
ક્યારેય ધાર્યું ન હોય,
માંગ્યું ન હોય,  વિચાર્યું પણ ન હોય એવું મળી જાય, તો એનું નામ જ કરેલા સત્કર્મો નું  સુખ છે....!
➖➖➖➖➖➖➖➖➖
ચાલતા પગની જોડીની જેમ જીવનને સ્વીકારો, આગળના પગને કોઈ અભિમાન નથી અને પાછળના પગને શરમ નથી.
બંને જાણે છે કે તેમની પરિસ્થિતિ જલ્દી બદલાઈ જશે...!!
➖➖➖➖➖➖➖➖➖
માણસને હંમેશા બે વસ્તુની સૌથી વધુ‌ ઇચ્છા હોય છે. "સફળતા અને સંપત્તિ".  આ મેળવવા માટે માણસ બે વસ્તુઓ દાવ પર લગાડતો હોય છે. "સુખ અને શાંતિ"..!
➖➖➖➖➖➖➖➖➖
લખાણ ને બે જ જણા દિલ થી વાંચે છે, એક જ્ઞાન મેળવનાર ... અને,, બીજો ભુલો શોધનાર....!
➖➖➖➖➖➖➖➖➖
સત્ય તમારા માં છુપાયેલું છે
લોકો ના અભિપ્રાય માં નહીં..!!
➖➖➖➖➖➖➖➖➖
દુઃખી થવાના બે રસ્તા એક "જીદ" અને બીજુ "અભિમાન".. સુખી થવાના બે રસ્તા  એક "જતું" કરવું અને બીજું "જાતે કરવું"....!
➖➖➖➖➖➖➖➖➖
જો તમને જીવનમાં કોઈ પ્રેમાળ વ્યક્તિ મળે તો તેનો આદર કરો,,
આ દુનિયામાં પ્રેમ અને મૃત્યુ એ બે જ વસ્તુ છે જે માંગીને પણ મળી શકતી નથી..!
➖➖➖➖➖➖➖➖➖
દુનિયામાં સૌથી "સુખી" એ જ છે.. શરીરમાં દર્દ નથી, માથે કર્જ નથી, ઘરમાં કંકાસ નથી..!
➖➖➖➖➖➖➖➖➖
સમય...! સંબંધો બદલી નાંખે છે., સ્મરણો નહીં...!!
➖➖➖➖➖➖➖➖➖
માવજતમાં માપ ન હોય...
પ્રેમમાં હિસાબ ન હોય... લાગણીમાં ગણતરીઓ ન હોય... વાત્સલ્યમાં વહેવાર ન હોય... સ્નેહમાં સરખામણી ન હોય.. અને   મિત્રની મિત્રતામાં કોઈ મિલાવટ ન હોય....🤝
➖➖➖➖➖➖➖➖➖
નિસ્વાર્થ કર્મ અને અત્તર બંનેની સુવાસ અચૂક ફેલાય..!
➖➖➖➖➖➖➖➖➖
કોઈ સ્થળે આપણે સમાવું હોય તો એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે….. પછી એ સ્થાન કોઈનું 'હૃદય' પણ કેમ ન હોય…!
➖➖➖➖➖➖➖➖➖
બધા જ આપણી માટે...
તાળીઓ👏🏻 નઈ વગાડે...  કોઇક આંગળી🫵 ચીંધવાવાળુ પણ હશે, તો તેને સ્વીકારવુ પડશે....      કારણ કે.... "જબ તક જીંદા હે,તબ તક નિંદા હૈ..!
➖➖➖➖➖➖➖➖➖
આજનું દુઃખ ગઈકાલના પાપની જાહેરાત છે, અને આજનું પાપ આવતીકાલનાં દુઃખનું રિઝર્વેશન...
➖➖➖➖➖➖➖➖➖
સ્વાભિમાન ગુમાવ્યાં પછી દુનિયા નહીં, પોતાની જાત સામે ઉભા રહેવું મુશ્કેલ બની જાય છે.
➖➖➖➖➖➖➖➖➖
મળ્યા વગર પણ પોતાનાં લાગવા લાગે છે. કોણ કહે છે સંબંધો માણસ બનાવે છે.
➖➖➖➖➖➖➖➖➖
Good judgment comes from experience,And a lot of that comes from bad judgment.
➖➖➖➖➖➖➖➖➖
વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધોને ક્ષણીક માં વેરવિખેર...કરી નાખતું વાવાઝોડું એટલે "અહમ અહંકાર ગુસ્સો"
➖➖➖➖➖➖➖➖➖
      ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
645001
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

🙏🦚 જય શ્રીકૃષ્ણ 🦚🙏

અખિલ બ્રહ્માંડના સર્જનહાર, ધર્મના સ્થાપક, અધર્મના નાશક અને સમગ્ર વિશ્વને પ્રેમ, જ્ઞાન, ભક્તિ અને કર્મનો દિવ્ય સંદેશ આપનાર ભગવાન શ્રીકૃષ્ણના પાવન જન્મોત્સવની આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ વધામણી તથા હાર્દિક શુભકામનાઓ.❤️🙏🏻

નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી!

ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ, આરોગ્ય અને સફળતા સદાય બની રહે તથા દરેક પરિવાર પર શ્રીકૃષ્ણના આશીર્વાદ વરસતા રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏

રાધે રાધે 🙏
જય શ્રીકૃષ્ણ 🦚❤️🙌🏻
631001
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

કળજુગ નો કનૈયો વળી દિલ જીતનારો
હાથે ને વાલો લાગે પરાણે એ પ્રેમ નો પર્યાય
એના મન માં શું હાલે ભાઈ કોઈ નવ જાણે
પણ એ તો જાણે બધા ના દિલડી ની વાત
અને ધાર્યું એના મન નું એ કરતો કરાવતો
ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય
પ્રેમ માં પડવું એના માટે એક રમત છે
ભલે પછી દિલ ના કટકા થઈ જાય
નટખટ નખરાળો જાણે નંદજી નો લાલો
હાથે પ્રાણ ચીરે પ્યાર એ તો લાગે કોઈ વાલી
જીવન જીવાડે વળી શીખને ન્યાડે
જાણે દુનિયા ના રંગો એની નજરે બતાવે
ભોળે મીઠું મધ જેવું બધાને ફરાવે
પાણી એના સુર તાને આપણા જગ ને રમાડે
અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો
રાતું રાતે દુનિયા ને ખૂબ મલકાવતો
દિલ નો એ બાદશાહર જાણે કેવી જાદુગર
દિલો ને મિલાવે ગમે તેમ એવો કારીગર
રંગ રંગીલો જાણે થોડો છે હઠીલો
મારો કાનુડો કોઈલો સદા રહેતો મોજીલો
709001
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

Photo
મીરાં નો માધવ ને... રાધા નો કાન,
મોરલી વાગે ને... ગોપી ભુલે ભાન,
નંદનો લાલો ને... મા યશોદા નો વાલો,
હરખની ઘડી ને... આનંદ છે અપાર,
હૈયું પ્રતીક ગુલાલનુ જે ઉડે અપાર.

જન્માષ્ટમીની તમને અને તમારા પરિવાર ને મારા તરફથી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ.
꧁ જય શ્રી કૃષ્ણ ꧂
746007
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

શ્રાવણ વદ આઠમ મધરાત્રે જનમ્યા,
દાનવવધ અર્થ દેવકી પુત્ર અવતર્યો,
મથુરા જેલમાં કાનજી રે જન્મ્યા ,
વાસુદેવ ટોપલામાં મેલી ને હાલ્યા,
ગંગાએ મારગ એમને તબ બતાયા,
અનરાધાર વરસાદે તબ વધાવ્યા,
શેષ નાગની ટોપલે ફણરૂપી છાયા,
ગોકુળ માં વાસુદેવ  લય  આવ્યા,
નંદ  ઘરે અનેરો હર્ષ  આનંદ થયા,
યશોમતી મૈયા અંતરથી હરખાયા,
ગોકુળની ગલીમાં ઉજવાઈ આઠમ,
નામ પડ્યુ ઉત્સવનુ ગોકુળ આઠમ ,
વાસુદેવ ના પુત્ર  માધવ હતા અષ્ટમી,
વદે કલમ પડ્યુ ઉત્સવનુ જન્માષ્ટમી.

જન્માષ્ટમી પર્વ તહેવાર ઉત્સવની અંતરથી શુભેચ્છાઓ.

જય શ્રી કૃષ્ણા.
751000
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ આજ ના  સુવિચાર ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
             સુપ્રભાત.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
👔કપડાં સારાં હશે તો જ માણસો Like કરશે, પરંતુ.....  વ્યક્તિત્વ સારું હશે તો માણસો Follow કરશે...
➖➖➖➖➖➖➖➖➖
પેટમાં ગયેલું ઝેર ફક્ત એક વ્યક્તિને મારતું હોય છે, કાનમાં ગયેલું ઝેર કેટલાય સંબંધોને મારતું હોય છે...!
➖➖➖➖➖➖➖➖➖
જેની મતિ અને ગતી સત્ય ની છે ને, એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે..!
➖➖➖➖➖➖➖➖➖
એમ કંઈ સહેલું નથી હૃદય સુધી પહોચવું સાહેબ,
એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે..!!
➖➖➖➖➖➖➖➖➖
ડોર બેલ તો ઘરના બારણે હોય,
હૃદયના દરવાજા તો મીઠી લાગણીના બે શબ્દોથી પણ ખૂલી જાય..!
➖➖➖➖➖➖➖➖➖
આપણું નસીબ અને આપણી આવતીકાલ, આપણા કર્મો પર જ આધારિત છે..!
➖➖➖➖➖➖➖➖➖
ગઇકાલ જતી રહી...
આવતી કાલ હજુ આવી નથી...
આપણી પાસે ફક્ત આજ છે...
ચાલો શુભ શરૂઆત કરીએ...!
➖➖➖➖➖➖➖➖➖
કંઈજ નથી મળતું અહીંયા સરળતાથી, દરેક વસ્તુ માટે  ભોગ આપવો પડે છે.
એક સુંદર ઝરણું બનવા માટે પાણી ને પણ ઉપર થી પડવું પડે છે..!
➖➖➖➖➖➖➖➖➖
સંસાર માં દુ:ખ ફરજીયાત છે,
પરંતુ  દુ:ખી થવું ફરજીયાત નથી..!
➖➖➖➖➖➖➖➖➖
પ્રેમ, પરિવાર અને પૈસો ક્યારેય એક થતાં નથી,  એક ને સાચવવામાં બીજો હાથમાંથી નીકળી જાય,  જ્યારે ત્રણેય માંડ ભેગા થાય  ત્યારે જિંદગી નીકળી જાય..!
➖➖➖➖➖➖➖➖➖
કદર કરે એની ક્યાં કદર થાય છે,
બળે છે દૂધ અને વખાણ ચા ના થાય છે..!
➖➖➖➖➖➖➖➖➖
_કોઈને ઝેર લાગીએ તો કોઈને મધ,_ _સ્વાદ તમારાં વર્તન પર આધાર રાખે છે..!_
➖➖➖➖➖➖➖➖➖
"પૈસો “ એક નાનો સિક્કો,
“ આરોગ્ય “ એક મોટો સિક્કો છે, “ પ્રેમ “ એક નસીબદાર સિક્કો છે, “ સંબંધ “ એક મીઠો સિક્કો છે  *અને “ મિત્રતા “ એ એક સોનાનો સિક્કો છે.

આ બધાય ને “ સુરક્ષિત “ રાખજો..!
➖➖➖➖➖➖➖➖➖
એક દિવસ તમારા કર્મ જ તમને મળવા આવશે,
બસ, ત્યારે ગભરાઈ ન જતા...!
➖➖➖➖➖➖➖➖➖
ઉંમર ને વાવીને અમે અનુભવો લણ્યા.... ઉપજ એ થઈ કે તમારા જેવા સ્નેહીઓ મળ્યા..!
➖➖➖➖➖➖➖➖➖
જે કીઘું એ શબ્દો, જે નાં કહી શક્યાં એ લાગણી,અને જે કહેવું છે પણ નથી કહેવાતું એ મર્યાદા છે...
➖➖➖➖➖➖➖➖➖
નીડર બનશો તો જ લીડર બનશો, બાકી તો હંમેશા ફિલ્ડર જ રહેશો...
➖➖➖➖➖➖➖➖➖
A happy person  is the one  who can make others better,  Not merely when he is in their company, But even in their thoughts.
➖➖➖➖➖➖➖➖➖
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
761001
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

Photo
રૂઆબ અને પ્રભાવમાં બહુ જ પાતળીભેદરેખા છે,‌ રૂઆબ નો હોદ્દા પડી શકે પણ પ્રભાવ તો હમેંશા સારા વ્યક્તિત્વ નો જ પડે.



શુભ રાત્રી
696000
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

શિતળા સાતમ-ટાઢી સાતમનુ મહાત્મ્ય અને વાર્તા.
(સદર વાર્તા મે નેટ પરથી કોપી પેસ્ટ કરેલ છે.)



     શ્રાવણ વદ સાતમને દિવસે બહેનો શિતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે પ્રાર્થના કરે છે. વહેલા જાગે છે. સ્વચ્છ સુઘડ થઇ દિ' આખો ટાઢુ ખાય છે. ચૂલા લીપી ગુંપી તેમા આંબો રોપી અગ્નિ મુદલ સળગાવતા નથી શિતળા સાતમ એટલે ટાઢી સાતમ.
         આગલે દિ' રાંધણ છઠ્ઠ હતી દેરાણી જેઠાણીએ મધરાત સુધી પુરી શાક થેપલા, પાક, પકવાન, મેવા મીઠાઇ વગેરે જાત જાતની વાનગીઓ રાંધી ખાધી પછી જેઠાણી તો થાકયા પાકયા પોતાને ઘેર જઇ સુઇ ગયા દેરાણી રૂપા ચુલો સળગતો મુકી સુઇ ગઇ.
         કહે છે કે, રાત્રે સુમસામ શાંતિમા શિતળા માતા ફરવા નીકળ્યા રૂપાને ઘેર આવીને ચુલામાં આળોટવા જતાં જ આખા ડીલે દાઝયા...શાપ આપ્યો...જેવી મને બાળી છે...એવું જ તારૂ પેટ (છોકરા છૈયા) બળજો...!
         રૂપા સવારે જાગી જોયું તો ચુલો ભડભડ બળે, છોકરો પણ દાઝી જતા પથારીમાં મરેલો પડેલો આવી ઉપાધી જોતા તે સમજી ગઇ કે નકકી મને શિતળા માતાનો શાપ લાગ્યો છે ચાલ જાઉ માતાજી પાસે એમ કહીને મરેલો છોકરો ઉપાડીને ચાલી શિતળા માતા પાસે.
         રસ્તે ચાલતા એક નાનકડી વાવ જોઇ વાવનું પાણી એવું કે પીધા ભેગુ જ માણસ મરી જાય આ વાવને વાચા થઇ બહેન બહેન ! તું શિતળા માતાને પુછજે કે મારા એવા તે શાં પાપ હશે, કે મારૂ પાણી પીતાજ માણસ કરી મરી જાય છે.
         ભલે ! બહેનઃ એમ કહીને રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ મળ્યો તેની ડોકે પથ્થર મોટો ડેરો  બાંધેલો ડેરો એવો વજનદાર કે હાલતા ચાલતા પગ સાથે ભટકાયા કરે ને પગ લોહી લોહાણ કરી નાખે.
         આ બળદ સાથે વાતચીત થતા બળદે કહ્યું બહેન શિતળા માને મારા પાપનું નિવારણ પુછતા આવજો.
         બહુ સારૂ કહી રૂપા તો જંગલમાં બોરડીના ઝાડ પાસે આવી રૂપાને જોતા જ બોરડી નીચે બેઠેલા એક ઘરડા માજી માથુ ખંજવાળતા બોલ્યા. બહેન કયાં ચાલ્યા ?
          મા શિતળાને મળવા
         મારૂ માથું જોઇ દેેશો ?
         હા મા એમાશું ? કહેતા કને રૂપાએ ડોશીનું માથુ એવું જોઇ દીધું કે માને તો હળવુ ફુલ માથુ  થતા ઉંઘ આવી ગઇ.
         અને આશિર્વાદ દીધો મારૂ માથુ ઠાયૃં એવું તારૂ પેટ ઠરજો ! અને સાથેજ મરી ગયેલો એનો પુત્ર આ આશિર્વાદ મળતા જ સાજો સારો થઇ ગયો.
         મા-દિકરો ભેટી પડયા ને ડોશીમાએ શિતળાનુ રૂપ ધરી દર્શન દીધા પછી પેલી વાવને અને બળદના દુઃખ પણ દુર કરાવ્યા...!!
         શિતળા માતા સૌનું ભલુ કરો, સૌનુ કલ્યાણ કરો...

ફેસબુકના માધ્યમથી કોપી પેસ્ટ
762000
Gujarati premi logo
Gujarati premi

08 સપ્ટે, 2026 12:39

Photo
"જીતવા"નો મિજાજ હોય તો,
"પરાજય" પણ માર્ગ બતાવે છે..!



જય શ્રી કૃષ્ણ
749003

Showing 30 of 90 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

Gujarati premi ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

Gujarati premi (@gujaratipremi) tgdio પર ન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 4,485 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું Gujarati premi (@gujaratipremi) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @gujaratipremi પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું Gujarati premi સારી ન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં Gujarati premi ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 4,485 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન ન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો ચેનલો સાથે સરખાવો.

Gujarati premi ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @gujaratipremi પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.